ખાટલો

 
Contributed by : Mehbub Saiyed Baba   
ખાટલો

રાત્રે આડો

દિવસે ઊભો.

એના પરતાપે

નિંદરમાં ડૂબો.

રાત્રે આડો

દિવસે ઊભો.

એના પરતાપે

નિંદરમાં ડૂબો.

ચોપગું પ્રાણી

આખા ડીલે દોરી

અતિથિ આવી

થાક ખાય થોડી.

ઘરે ઘરે એના

હોય બસ ધામા.

પડે એના થકી

ઓરડાના જામા.

કાષ્ટનું છે અંગ

છાતી એની તંગ

એમાં પડે આડા

સાધુ બાવા મલંગ

ના પલંગ-પાટલો

ના ગોળ બાટલો

ઘર ઘર રહેતો

ચોપગું ખાટલો.
Bee Suggestions

દર્પણ

ઘરે ઘર લટકે

કરે વસવાટ

સીધો સપાટ

જાણો ખપટ.

Ten In a Bed

There were ten in a bed

And the little one said

અરીસો

મારા જેવો બીજો બંટી,

હુબહુ એમાં દેખાય છે.

મારી સાથે માથું ઓળે,

એ મારી સાથે ખાય છે.

ફાનસ

પીળું અજવાળું ઢોળે ફાનસ

ઘસો લોઢાને કાંકર-કાનસ

કાનસ ઘસતા તણખાં ઝરે

પાનખરમાં તો પાન ખરે\

દીપક

દીપક કરતો અજવાળું

જે ટાળે જગત નું અંધારૂ

અંધારામાં આવે ચોર

ચોમાસે ટેહુક ગાવે મોર

રેડિયો

સમયમાં બોલે, સમયથી ચૂપ

ના કરતો ખોટી, એ ભૂકા-ભૂક

ગાતો ગીત-ભજન-દુહા ને છંદ

બટન થકી ફટ થાતો બંધ

Five Little Monkeys

An age old classic rhyme for kids suitable at night time.

સિક્કાનું ઝાડ

રૂપિયાનો એક સિક્કો વાવી,

રોજ એમાં સીંચુ મીઠાં પાણી.

રૂડી રૂપાળી વાડ બનાવી,

એમાં નાખું ખાતર -પાણી.

ટી.વી.

છે બે અક્ષરનું ટૂફુ નામ

વળી રૂડા-રૂપાળા કરતો કામ

ઘર ઘર એના દર્શન થાય

એમાં જીવતા જાગતા જણ દેખાય

દીવાસળી

નાનકી પેટી

જેમાં આગ

એમાં ભર્યો

અગ્નિ બાગ.

લાકડી

લાઠી બજાર માં લાકડી

રોજ ખાવ કૂણી કાકડી

કાકડી - કારેલા ને કંકોડા

ખૂબ વઢે કાળા મંકોડા

કબાટ

 કાકા લાવ્યા કાળો કબાટ

ઉંદરે મારી હાથીને લાત

બસ લાત બોલી થપ્પ

મારે ગધેડું મોટા ગપ્પ

कंप्यूटर है इसका नाम

तरह तरह के करता काम

कंप्यूटर है इसका नाम

इसमे होती सी डी ड्राइव

दिखलाती तुमको सब लाइव

ઝાડું

નાકોરું નાનકું

લાંબા લાસ પગ

ઢસડાઈને એ

માંડે રે ડગ

સોય

નાનકડું માથું

માથામાં કાણું

ભાવતું એને ભૈ

કાપડનું ભાણું

About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.