તીખાં-તીખાં ઢેબરાંને,
તીખી-તીખી પૂરી.
મીઠા લાડવા મોતીચૂર,
ખૂબ ખાય અમરો તૂરી.
તીખાં-તીખાં ઢેબરાંને,
તીખી-તીખી પૂરી.
મીઠા લાડવા મોતીચૂર,
ખૂબ ખાય અમરો તૂરી.
તીખાં તીખાં ભજિયાંને,
તીખી - તમ્મ ફૂલવડી.
મોળા મોળા ગાંઠિયાની,
કરે મમ્મી રોજ કઢી.
તીખાં તીખાં મરચાંને,
તીખી-તમ્મ કાળી મરી.
બિમારીથી રહેવા દૂર,
રાખો ભોજનમાં ચરી.
તીખાં તીખાં લવિંગને,
તીખી તીખી તજ.
ગુનેગાર ને કરે સજા,
કાજી-ન્યાયાધીશ ને જજ.
Relevant Blogs
કડવા-કડવા કારેલાને,
કડવા- કડવા કંકોડા.
ખાતા મીઠી સાકર શોધી,
કાળા ભમ્મર મંકોડા.
કડવો કડવો
કડવો વખ્ખ
ચાખો જો એને
તો થાય દખ્ખ.
લાલમ લાલ તોય
નથી સફરજન.
ચાખો જો એને
તો કુદો તન તન.