gujarati language songs   


1 result(s) of gujarati language songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
સરસ્વતી દેવી

સરસ્વતી દેવી તું છે અમારી વિદ્યાની દેનાર રે

વિદ્યા દો અમને સારી….(૨)

મીઠી મધુરી વીણા દેવી, શોભે તારા હાથે….(૨)

એક વાર હું ને મીરાં

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા તાં

મથુરામાં ગ્યાતાં ને ઘેલા ઘેલા થ્યા તાં

કાળા કાળા કાનજી ને ગોરી ગોરી રાધિકા 

કાગડો કા કા કરતો આવે

કાગડો કા કા કરતો આવે,

કાગડો ઠેકરડા મારતો આવે

કાગડો આંગરણા ગજવતો આવે….

કાગડો….

ધોળું ધોળું સસલુ

ધોળું ધોળું સસલુ, ધોળું ધોળું સસલુ

આમ દોડે તેમ દોડે (૨)

મારે કેમ કરી લખવો 'ક'

મારે કેમ કરી લખવો 'ક'

કે હાથ મારા નાના છે

મારે કેમ કરી જોવું ટીવી

કે આંખ મારી નાની છે

બેટ

છે લાકડાનું લીસ્સુ અંગ

ભૂલકાને ભાવે એનો સંગ

ગોળ ફરી મારે મટકો

જે મારે દડાને ફટ ફટકો

જઈએ સ્કૂલ

હળી મળીને જઈએ સ્કૂલ

હસતા મલકતા જઈએ સ્કૂલ

નિરક્ષર રહેવાની ન કરીએ ભૂલ

નિત્ય સવારે જઈએ સ્કૂલ.

ટમટમ ટમટમ સળગે દીવો

ટમટમ ટમટમ સળગે દીવો

રોજ લીંબુ સરબત પીવો

લીંબુ લીલા-પીળા-ખાટા

અંગ ઊંટના સઘળા રાંટા

દુધડાં લ્યો

દુધડાં લ્યો કોઈ દુધડાં લ્યો

ગામડેથી આવી હું તો દૂધવાળી

વહેલી સવારમાં ઉઠતી પરોઢિયે

ગોરી ગાવલડી ને દોહતી પરોઢિયે

હું તો ચાંદની માં રમતી રંગતાળી રે... ગામડેથી…