lamp songs   


8 result(s) of lamp songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ટમટમ ટમટમ સળગે દીવો

ટમટમ ટમટમ સળગે દીવો

રોજ લીંબુ સરબત પીવો

લીંબુ લીલા-પીળા-ખાટા

અંગ ઊંટના સઘળા રાંટા

દીપક

દીપક કરતો અજવાળું

જે ટાળે જગત નું અંધારૂ

અંધારામાં આવે ચોર

ચોમાસે ટેહુક ગાવે મોર

અલગારી દીવો

માટીનું તન

તોય એ રતન.

હરે અંધારું

ભલે હોય ગહન.

કોડિયું

માટીનું એક નાનું કોડિયું,

ગીત ગાતું ટમ્મક-ટમ.

અંધારુ એ દૂર કરીને,

હસતું રૂડું ટમ્મક-ટમ.

દીવો થઈને અજવાળા ઝગમગ આપું

દીવો થઈને, જગમાં હું

અજવાળા ઝગમગ આપું

મારું તન - મન બાળી હું

કાજળ જેવા અંધારા કાપું

Mary had a Little Lamb

Mary had a little lamb,

Little lamb, little lamb.

કોણ

અંધકાર ક્યાંથી આવે છે ?

ક્યાં છે એના ઘર ને બાર ?

કોણ જાણે નવરંગી મોરલો.

કોની પાસે શીખે છે મલ્હાર ?

દિપક

બબલુ, નેં મોન્ટુ ભેળા મળીને,

એંક રમતા રૂપાળો જબરો ખેલ.

એંક લાવી કોડિયુ, માટીનુ,

ને કોંડિયે ભર્યું તલનુ તેલ.