peacock songs   


1 result(s) of peacock songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
બોલે ઢેલ

ઢમ્મક ઢમ્મક બોલે ઢોલ,

દુનિયા આખી ગોલમ- ગોલ.

સૂરજ -ચાંદો -પૃથ્વી- તારા,

નભ- મંડળ છે ગોલમ-ગોલ.

મોર

જગત ભરનાં છે એમાં રંગ

નાચે છમ છમ વાગે નભે મૃદંગ.

લાંબે ટહુકે ગાતો એ ગીત

નાચવું - ગાવું એની છે રીત.

રંગીલા મોર

નાચો નાચો રે મારા રંગીલા મોર (૨)

રૂપાળી પાંખ તારી

આંખો ચકોર તારી

ભૂરી આ ડોક તારી

નાચો મારા મોરલા

નાચો મારા મોરલા

છમ છમા છમ છમ

સોનેરી કલગી

મીઠું મીઠું મલકે

ઢેલડી

છમ્મ છમ્મ નાચે ઢેલડી

રૂડી લાગે સારસ બેલડી

રહેતા સારસ સાથો સાથ

લડે પહેલવાન બાથ્થો બાથ

મયુર

થનગન થનગન નાચે મયુર

થઈ ઢેલડી મસ્તીથી ચૂર

મસ્તી કરે ભૈં નાના ભૂલકાં

આળોટે ધૂળમાં ધોળા ખોલકા

મોર

થનગન થનગન નાચં

એ તો કાળા નભને વાંચે

રૂડો-રૂપાળો રંગીન પીંછાળો

નાચે નટ ખટ નટ નખરાળો

ઢેલ

ઢેલ થનગન નાચતી

ઢબ્બુ પુસ્તક વાંચતી

એ વાંચે નાનકી વારતા

એમા રાજા આસું સારતા

મારો છે મોર

મારો છે મોર, મારો છે મોર.

મોતી ચરતો મારો છે મોર.

મારી છે ઢેલ, મારી છે ઢેલ.

મોતી ચરતી મારી છે ઢેલ.