Sign In
tree songs
1 result(s) of tree songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
વૃક્ષ વાવે બીજા
વૃક્ષોને દેવ માનવા છે.
વૃક્ષોના છાયા પામવા છે.
પણ, વૃક્ષ વાવે તે બીજા.
વૃક્ષોની પૂજા કરવી છે.
બેઠક જેવું ગોળ રૂપાળું થડ
બેઠક જેવું ગોળ રૂપાળું
જાણે કે હોય સિંહાસન રૂડું
વૃક્ષ નું છેદન કરતા આખરે
લાગે સાવ આંગણું ભૂંડુ ભૂંડુ
સિક્કાનું ઝાડ
રૂપિયાનો એક સિક્કો વાવી,
રોજ એમાં સીંચુ મીઠાં પાણી.
રૂડી રૂપાળી વાડ બનાવી,
એમાં નાખું ખાતર -પાણી.
ઝાડ
જગલમાં એક લીલું ઝાડ
ઝાડ પછવાડે કાળો પહાડ
પહાડ ઉપર એક નાનું મંદિર
મંદિર લાગે દૂરથી સુંદિર
વડ નાં વૃક્ષ નું મોટું થડ
વડ નાં વૃક્ષ નું મોટું થડ
લાલા વડલે ફટાફટ ચડ
ના તોડો વડલાના ટેટા
રહો મધપૂડા થી તમે છેટા
ધરાને શણગારો
વૃક્ષોથી ધરાને શણગારો,
તો થાશે સફળ આ જન્મારો.
વૃક્ષ આપણાં વ્હાલા મિત્રો,
જગનાં સુંદર લીલા ચિત્રો.
એક વૃક્ષે માંડી વારતા
એક વૃક્ષે માંડી વારતા
ડાળીથી તાલ્લી પાડતા
તાલી પાડે તો આવે તો હવા
ખીલે ફુલડા નિત નવા નવા
લીલા છમ્મ વૃક્ષ
લીલા છમ્મ
લીલુડો રંગ.
અડગ ઊભા
ના ગમે જંગ.
વડલો
ઘેઘૂર વડલો મારા ગામનો
જે મારા ગામની શાન છે.
ગામ ધબકતું એની છાંયે.
એ મારા ગામની જાન છે.
More like this
angel
air
cloud
water
tree
stream
fire
hill
god
rainbow
seed
snow
river
rain
forest
sea
sand
mountain
flower
land
lightening
thunder
grass
seashells
sky
ice
world